સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૩ વર્ષ પહેલા સુરતના ઉધના પોલીસ મથકમાં નોધાયેલા મૃથુટ ફાયનાન્સ સાથે છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી ચિંતન ચાંદરાણાને ભરૂચના પાલેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ જૂના નોધાયેલા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે ૧૩ વર્ષ પહેલા સન ૨૦૧૧ના વર્ષમાં ઉધના વિસ્તારમાં આવેલ મૃથુટ ફાયનાન્સ ફીનીકોર્પ કંપનીમાં સોનાના બનાવટી દાગીના મૂકી લોન લઇ છેતરપિંડી કરવાના ગુનામાં વોન્ટેડ આરોપી ચિંતન નરેન્દ્ર ચાંદરાણા ભરૂચના પાલેજ વિસ્તારમાં છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાંથી ચિંતન ચાંદરાણાને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને હાથે ઝડપાયેલો ચિંતન ચાંદરાણા મૂળ ભાવનગરનો વતની છે અને તેને સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મૃથુટ ફાયનાન્સ કંપનીમાં સોનાના ખોટા દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. જે અંગે ફાયનાન્સ કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. અને હાલમાં તે ભરૂચ નર્મદા કોલેજની સામે આવેલ રંગઅવધૂત સોસાયટીમાં રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપી ચિંતન ચાંદરાણાનો કબજા ઉધના પોલીસને સોપ્યો હતો.