નોકરી માટે જમીનદલાલની ઓફિસે ગયેલી પરિણીતા પર વૃદ્વ જમીનદલાલે રેપ કર્યા હોવાના પ્રકરણમાં પોલીસે તેની ધરપકડ કરી છે.
અડાજણ હનીપાર્ક રોડ પર રહેતી ૩૮ વર્ષીય પરિણીતાને નોકરીની જરૂર હતી. આથી પરિણીતાઍ બહેનપણીને નોકરી માટે વાત કરી હતી. બહેનપણીઍ જમીનદલાલ ભરત શાહની પાર્લે પોઇન્ટ સ્થિત ઓફિસમાં રિસેપ્શનિસ્ટ માટે જગ્યા છે આથી પરિણીતા જમીન દલાલ ભરત શાહને પાર્લે પોઇન્ટ ખાતે આવેલી વર્ધમાન ઍસ્ટેટ નામની ઓફિસમાં મળવા ગઈ હતી. ઓફિસમાં જમીન દલાલે મહિલાને મીઠી મીઠી વાતો કરી પહેલા અડપલા કર્યા બાદમાં જબરજસ્તી કરી રેપ કર્યો હતો. જમીનદલાલે મહિલાને કહ્નાં કે આ વાત કોઈને કરશે તો નોકરી નહિ મળશે. મહિલાઍ ઘરે જઈ માતા-પિતાને આ બાબતે વાત કરી હતી. આથી પરિવારજનો ઉમરા પોલીસ સ્ટેશને નોધાવી હતી. પોલીસે ગુનો નોધી આરોપી ભરત શાહની ધરપકડ કરી છે.