સુરત શહેરમાં કુતરાઓનું આતંકના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવારનવાર શ્વાનના હુમલાને કારણે લોકો ભોગ બની રહ્ના છે. ફરી ઍક વખત વેડરોડ વિસ્તારના ઇંટવાલા ફળિયામાં ઍક શ્વાને બાળકી ઉપર હુમલો કરી શરીર પર બચકા ભરવાની ઘટના સામે આવી છે. જેને કારણે લોકોમાં શ્વાનોના હુમલાને લઈને ભય જોવા મળી રહ્ના છે. છેલ્લા ૧૨ કલાકમાં ત્રણ બાળકો ઉપર શ્વાને હુમલો કર્યો છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં ફરી ઍક વખત શ્વાનનો આતંક દેખાયો છે. શિયાળા દરમિયાન કુતરાઓ દ્વારા કરડવાની ઘટના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જતી હોય છે. ઈંટવાડા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઍકાઍક જ શ્વાને તેને જોતા જ તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી. આસપાસના લોકો ઍકત્રિત થઈ જતા માસૂમને છોડાવી હતી. કુતરાઍ બાળકીના હાથમાં અને પગમાં કરડી લીધા હોવાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જેમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન જ્યારે પસાર થઈ રહ્ના હતો ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર શ્વાનની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કરી દીધો હતો અને આસપાસ ત્યારે કોઈ ન હોવાને કારણે બાળકીના હાથ અને પગના ભાગે બચકા ભરી લીધા હતા.બાળકી જ્યારે બૂમાબૂમ કરી ત્યારે આસપાસના લોકો દોડી આવતા જોયું કે શ્વાન દ્વારા બાળકી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લોકોનું ટોળું ઍકત્રિત થઈ જતા શ્વાન નાસી ગયો હતો.