ઉધના રોડ નંબર ૯ ધોળે દિવસે બુટલેગરના ભાઈ ઉપર બાઇક ઉપર આવેલા બે ઇસમોઍ ફાયરિંગ કરવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જાકે, આ ઘટનામાં કોઈને ઇજા પહોîચી ન હતી.
ઉધના રોડ નં. ૯ ઉપર જાવેદ સલીમ શા નામનો ઍક વ્યક્તિ ભંગારની દુકાન ધરાવે છે. શનિવારે જાવેદ તેની દુકાન પાસે ઉભો હતો તે વખતે બાઇક ઉપર આવેલા બે ઇસમોઍ તેની હત્યા કરવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જાકે, આ ઘટનામાં મીસ ફાયર થતાં જાવેદનો બચાવ થયો હતો. આ ફાયરીંગની ઘટનામાં જાવેદ ઉધના રોડના બુટલેગર આબીદનો ભાઈ હોવાનો જાણવા મળ્યું છે અને આબીદ સાથે ચાલતી ધંધાકીય હરિફાઈમાં રણજીત ભંડારી અને સંજય નામના ઇસમે ફાયરિંગ કર્યા હોવાની ચર્ચાઈ રહ્નાં છે. આ અંગે ઉધના પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.