ગુજરાત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ થતાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા ગુનેગારોને અંકુશમાં લેવા ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિરિઝમ ઍન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમના કાયદા હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત પાંડેસરા પોલીસ દ્વારા સુરજ કાલિયા ગેગ વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે સુરત કાલિયા ગેગના ત્રણ આરોપીઓને ઝડપી પાડી પાંજરે પુર્યા છે. જ્યારે ગેગનો મુખ્ય આરોપી લાજપોર જેલમાં કાચા કામના કૈદી તરીકે સજા કાપી રહ્ના છે. આ ગેગે ૪૪ જેટલા ગુનાઓ આચર્યા છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા જુદી જુદી ગેગોની ગુ તપાસ હાથ ધરવામાં આવી છે. આર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેગો વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રને કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે અને અગાઉ આસીફ ટામેટા ગેગ, જાલીમ ગેગ, વિપુલ ગાજીપરા-અલ્તાફ ગેગ, અશરફ નાગોરી ગેગ, આરીફ મીંડી ગેગ સહિતના ગેગો સામે ગુજસીટોકની કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આતંક મચાવતી સુરજ કાલિયા ગેગ સામે સુલેહશાંતિ, મહાવ્યથા, ખૂનની કોશિશ, અપહરણ, શરીર સંબંધી ગુનાઓ, ચોરી, લૂંટ, મિલકત સંબંધી ગુનાઓ, ધાકધમકી, ત્રાસ, આર્મ્સ ઍક્ટ અને અનૈતિક દેહવ્યાપાર સહિત અનેક ગુનાઓ આચરી પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું. આ ગેગે ૪૪ જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પાંડેસરા પોલીસે આ ગેગ સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં હાફ મર્ડર અને મારામારીના ગુનામાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતા ગેગનો મુખ્યલીડર સુરજ ઉર્ફે સુરજ કાલિયા દયા શંકર સરોજ અને રાજ ઉર્ફે રાજ માલિયા વિકાસ પંડા વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે છે. અને તેમના સાગરીતો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરજ કાલિયા ગેગના પાંડેસરા શાસ્ત્રીનગરમાં રહેતો કુલદીપ ગુલાબસિંહ ઠાકુર, વડોદ ગામ બાપુનગરમાં રહેતો સતીષ ગીરજાશંકર યાદવ અને ભેસ્તાન સાઇ પેલેસ રેસિડેન્સીમાં રહેતો અનિકેત ઉર્ફે અંકિત સુરેશસીંગ રાજપુતને પકડી પાડી તેમના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેગો સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. આ ગેગ ઘણા કિસ્સાઓમાં વેપારી કે ધંધાદારી વર્ગ પાસેથી ખંડણી પેટે પૈસા વસુલ કરે છે. આ ગેગના ભયને કારણે વેપારી વર્ગ કે સામાન્ય માણસો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. જોકે, પોલીસે આ ગેîગ વિરુદ્ધ સકંજા કસતા અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પકડાયેલા આરોપીઓ સામે પાસા, તડીપાર જેવી કાર્યવાહી પણ પોલીસે કરી હતી.