સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ પાસે રહેતા ઍક શ્રમજીવી પરિવારની ૧૨ વર્ષની પુત્રી પર ત્યાં રહેતા યુવકે નિયત બગાડી તેને પકડી મોઢું દબાવી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
મૂળ બિહારના મુઝફફપુર જિલ્લાના કલવારી પોસ્ટેના કાઠી ગામના વતની અને હાલ સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના ફુલદેવી કંપનીમાં નોકરી કરતો અને ત્યાં જ રહેતો ચંદન વિલાસ પાસવાન નામના યુવકે આ વિસ્તારમાં રહેતા ઍક શ્રમજીવી પરિવારની ૧૨ વર્ષીય પુત્રી પર નિયત બગાડી હતી. તારીખ ૫મી ફેબ્રુઆરીના રોજ કિશોરી ઘરની પાસેથી સાંજના સમયે પસાર થઈ રહી હતી ત્યારે ચંદને તેને પકડી લીધી હતી. ત્યારબાદ મોઢું દબાવી શારીરીક અડપલાં કરતા તેણીઍ બુમાબુમ પાડતાં ચંદન ત્યાંથી ભાગી છુટયો હતો. આ બનાવ સંદર્ભે પરિવારને જાણ થતાં તેઓ સચીન પોલીસ મથકમાં ચંદન વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.