સીઍનજી પંપ ચાલકોઍ કમિશન મુદ્દે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં તેમની રજૂઆતોને અવગણના કરવામાં આવતા તેઓઍ ૬ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ હડતાલ પાડી છે. જેને લઇને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રીક્ષા ઉપર નિર્ભર પરિવારોની હાલત કફોડી બની છે.
સુરતમાં મોટાભાગના રિક્ષા ચાલકો સીઍનજી ધારકો છે. શહેરમાં દોડતી રિક્ષા મહદઅંશે સીઍનજીથી દોડે છે. સીઍનજી પમ્પના માલિકો દ્વારા કમિશન વધારવાના મુદ્દાને લઈને વારંવાર કરવામાં આવતી રજૂઆત છતાં પણ કમિશનમાં વધારો ન થતા આખરે સીઍનજી પમ્પના માલિકોઍ હડતાળ ઉપર ઉતારવાના નિર્ણય કર્યો છે.પમ્પ બંધ રહેતા સીઍનજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે સુરત શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો સીઍનજી ગેસનો ઉપયોગ કરે છે. સીઍનજી પમ્પના માલિકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીઍનજીના કમિશનમાં વધારો કરવામાં ન આવતા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે શહેરના તમામ સીઍનજી પમ્પ બંધ રહ્ના છે. ૬ ફેબ્રુઆરીથી ૭ ફેબ્રુઆરી સવારે ૬ વાગ્યા સુધી સીઍનજી પમ્પ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીઍનજી પમ્પના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆત છતાં પણ ઍમની વાતને સાંભળવામાં આવી નથી. સીઍનજીના કમિશનની અંદર વધારો કરવામાં આવ્યો નથી. સુરતમાં અંદાજિત સીઍનજી પર ચાલતી રિક્ષાઓની સંખ્યા ૧.૫૦ લાખથી ૨ લાખ જેટલી છે. બીજી તરફ શહેરમાં કાર તેમજ અન્ય વાહનોની સંખ્યા પણ મોટી છે. સીઍનજી પંપ બંધ થતાંની સાથે જ લાખો વાહનોના પૈડાં થંભી ગયા હતા. સીઍનજી પંપ બંધ હોવાના કારણે રીક્ષાચાલકોની હાલત વધુ કફોડી બની હતી. જાકે, કેટલાક રીક્ષાચાલકોઍ રાત્રિના સમયે સીઍનજી ગેસ ભરાવી લીધો હતો. જાકે, કેટલાક રિક્ષાચાલકોને સીઍનજી ગેસ નહીં મળતાં તેઓની રીક્ષા બંધ થઈ ગઈ હતી. રોજ કમાઈને ખાવાવાળા રીક્ષાચાલકોના પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા.