
પાંડેસરા સાઇબાબા સોસાયટીમાં વહેલી સવારે બે ચોરો ચોરી કરવા માટે આવ્યા હતા. ઍક મકાનમાંથી મોબાઇલ ચોરી કરી ભાગવા જતાં ઘરમાલિકે બુમાબુમ કરી મુકી હતી.
ઘરમાલિકનો આવાજ સાંભળી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને ભાગતા ચોરને પકડી પાડી રહીશોઍ મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે ઍક ચોર ભાગવામાં સફળ રહ્ના હતો. ત્યારબાદ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ઍક ચોરને પકડી લઇ ગયા હતા.