ઓલપાડ તાલુકાના સેલુત ગામમાં રહેતા અને આશાસ્પદ ક્રિકેટરનું ક્રિકેટ દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઓલપાડ સેલુત ગામમાં રહેતા ૨૭ વર્ષીય યુવક મંગળવારે ક્રિકેટ મેચ રમી રહ્ના હતો ત્યારે અચાનક જ ચાલુ મેચ દરમિયાન યુવક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. આ જાઇને અન્ય ખેલાડી દોડી આવી તેને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. પરંતુ હાજર તબીબોઍ તેને મૃત જાહેર કરતા ખેલાડીઓમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. આ મોતના સમાચાર તેના પરિવારજનોને મળતા આભ ફાટી ગયું હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.