
સાયણ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલમાં અવારનવાર પાવર કટના કારણે કારખાનેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઇને ફોગવા દ્વારા ફરીઍકવાર કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીઍલની ઓફિસ પર મોરચો માંડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જા અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે તો લાઇટ બીલ ભરવાનું બંધ કરી આંદોલનની ચીમકી આપી છે.
સાયણ વિસ્તારમાં લુમ્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અનેક કારખાનાઓ ધમધમી રહ્ના છે. આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ડીજીવીસીઍલ દ્વારા પાવર સપ્લાયની સેવા આપી રહી છે. પરંતુ અવાર નવાર પાવર કટને કારણે કારખાનેદારો હેરાન પરેશાન થઈ ચુક્યા છે. આ અંગે ડીજીવીસીઍલના અધિકારીઓને રજૂઆત કરી વારંવાર થતાં ફોલ્ટનો કાયમી નિકાલ કરવાની માંગણી કરી હતી. પરંતુ ત્રણ દિવસ સુધી કારખાનેદારોને આ ફોલ્ટમાંથી રાહત મળી હતી. ફરીવાર સાયણ વિસ્તારમાં લુમ્સ કારખાનાઓને પાવર કટનો સામનો કરવાની નોબત આવી છે. જેથી ફોગવા દ્વારા મંગળવારે કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીઍલની ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહી સુત્રોચ્ચાર કરી ડીજીવીસીઍલની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાઍ ડીજીવીસીઍલના અધિકારીઓને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, વારંવાર થતાં ફોલ્ટનો કાયમી ઉકેલ લાવો જાઈઍ. ફોલ્ટ થયા બાદ તેને તાત્કાલિક શોધી તેની કામગીરી કરીને પાવર સપ્લાય ચાલુ કરવું જાઈઍ. નવા નવા કારખાનાઓ શરૂ થાય છે ત્યારે નવી લાઇન આપવા માટે અન્ય વિકલ્પો ઉભા કરવા જાઈઍ. જેના કારણે કારખાનેદારોને નુકસાન ન થાય. જા આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ નહીં આવશે તો કારખાનેદારો લાઇટ બીલ ભરવાનું બંધ કરશે અને ફોગવા આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.