
ખટોદરા રક્તદાન કેન્દ્રની પાસે આવેલી હીરાચંદ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઍક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ દુકાનની બારીના લોખંડના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ટેબલના ડ્રોઅરમાથી ચાંદીના સિક્કા વગેરે મળી કુલ રૂપિયા ૩૧૮૦૦ની મતા ચોરી કરી ભાગી છુટયા હતા.
ભીમરાડ અલથાણ રોડ રઘુવીર સેફરોન ઍપાર્ટમેન્ટમાં રહેતા કુણાલભાઈ મહેન્દ્રબાઈ બારડોલીવાલા ખટોદરા રક્તદાન કેન્દ્રની પાસે હીરાચંદ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીયલ ડેકોર નામની ઇન્ટેરિયલ કોન્ટ્રાક્ટરïની ઓફિસ ધરાવે છે. તા. ૩૦મી જાન્યુનારીના રોજ રાત્રિના સમયે તેમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ દુકાનની બારીનો લોખંડનો સળિયો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા ૩૦ હજાર અને ત્રણ ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા ૩૧૮૦૦ની મતા ચોરી કરી તસ્કરો ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે કુણાલભાઈને જાણ થતાં તેમને ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.