સુરતના મગોબ બીઆરટીઍસ ઇલેક્ટ્રીક બસ ડેપોના પાર્કિંગમાં રવિવારે સાંજે રીલ બનાવી રહેલા તેમજ સેલ્ફી લેતા પાંચ યુવાનોને સિક્યુરિટી ગાર્ડે ના પાડયા બાદ પાંચેય લોખંડના સળીયા લઈ ડેપોમાં ઘુસી ગયા હતા અને ઓફિસ અને કોમ્પ્યુટરમાં તોડફોડ કરી સુપરવાઈઝર, ડેપો મેનેજર, સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો.આ બનાવમાં ગોડાદરા પોલીસે ઍક્ટર સહિત પાંચ લબરમૂછીયાની ધરપકડ કરી છે.
પુણા મગોબ બીઆરટીઍસ ઇલેક્ટ્રીક બસ ડેપોના બંને ગેટની વચ્ચે પાર્કિંગમાં રવિવારે સાંજે પાંચ વાગ્યે લાંબા વાળવાળો છોકરો અને તેની સાથે ત્રણ નાના છોકરાઓ રીલ બનાવતા હતા અને સેલ્ફી લેતા હતા.તેમના ઉપર ઍક સિક્યુરિટી ગાર્ડનું ધ્યાન જતા તેણે તેમને ના પાડી હતી.જોકે, તેઓ માન્યા નહોતા.આથી સિક્યુરિટી ગાર્ડે સુપરવાઈઝર પ્રદ્યુમનસીંગ રાજપૂત અને ડેપો મેનેજર જીતેન્દર ચૌધરીને જાણ કરતા તેમણે પણ તમામને પાર્કિંગની બહાર જઈ રીલ બનાવવા અને સેલ્ફી લેવા કહ્નાં હતું.પરંતુ લાંબા વાલવાળાઍ સુપરવાઈઝર પ્રદ્યુમનસીંગને અમે અહીં જ રીલ બનાવવાના અને સેલ્ફી લેવાના, તમારાથી થાય તે કરી લો કહી ગાળાગાળી કરતા સુપરવાઈઝર પ્રદ્યુમનસીંગ રાજપૂત અને ડેપો મેનેજર જીતેન્દર ચૌધરી અંદર ચાલ્યા ગયા હતા.થોડીવાર બાદ તે ચાર અન્ય ઍક યુવાન સાથે હાથમાં લોખંડના સળીયા લઈ ઍક બાઈક લઈ ડેપોમાં ઘુસી ગયા હતા અને ઓફિસ અને કોમ્પ્યુટરમાં તોડફોડ કરી સુપરવાઈઝર, ડેપો મેનેજર, સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો.આ અંગે પોલીસને જાણ કરતા તેઓ ભાગી ગયા હતા. બનાવ અંગે ગોડાદરા પોલીસે સુપરવાઈઝર પ્રદ્યુમનસીંગ ધર્મેન્દ્રસિંગ રાજપુતની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ભટાર અંબાનગરમાં રહેતો સની સંતોષ પાન્ડે, લિંબાયત સંતોષીનગરમાં રહેતો ઍક્ટર યશ ગોપાલ સાલુંકે, ગોડાદરા સાંઈનગરમાં રહેતા રાજકુમાર સુનીલ થોરાત અને પ્રશાંત રાજેશભાઇ ચૌહણ તથા લિંબાયત શાંતિનગકરમાં રહેતો દિપક જગદીશ રંભાળની ધરપકડ કરી બાદમાં જામીન મુક્ત કર્યા હતા.