હજીરા રોડના રાજગરી ગામ ખાતે આવેલ શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર દાદાનો ૯મી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતા રબારીના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા.
હિંદુ ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતિક ઍવા રાજગરી ગામના ટેકરસ્થિતમાં આવેલ શ્રી રાજેશ્વર મહાદેવ દાદા મંદિરનો ૯મી સાલીગીરી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી જેનો લાભ ભાવિકભક્તોઍ લીધો હતો. આ ઉપરાંત રાત્રે નવ કલાકે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તોઍ ભાગ લઇ લોકડાયરાની મજા માણી હતી. આ સાલગીરી મહોત્સવમાં ઇન ગુજરાત ન્યુઝ ચેનલ અને સુરત ચેનલના ડાયરેક્ટર રવિભાઈ વારડે, ભાસ્કરભાઈ શિંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.