ઉધના ત્રણ રસ્તા ખાતે આવેલા ઍચડીઍફસી બેકના ઍટીઍમ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ ઍટીઍમ મશીનના સેફને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ જતાં તેઓ ભાગી છુટ્યા હતા.
મૂળ યુપીના પ્રયાગરાજ જિલ્લાના વતની અને હાલ ગોડાદરા આસપાસ વૃંદાવનનગરમાં રહેતા શૈલેન્દ્રકુમાર ઓમપ્રકાશ દુબે ઍફસીંસ કંપનીમાં રાઉન્ડિઍગ ઓફિસર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઍચડીઍફ બેકના ઍટીઍમ મશીન ચાલુ છે કે બંધ તે ચેક કરવાની કામગીરી શૈલેન્દ્રકુમાર કરે છે. તારીખ ૩જી ફેબ્રુઆરીના રોજ મુંબઈ ઍચડીઍફસી બેકના મેનેજરે શૈલેન્દ્ર કુમારને ફોન કરીને ઉધના ત્રણ રસ્તા ખાતે આવેલા ઍટીઍમ મશીનને ચેક કરવા માટે જાણ કરી હતી. જેથી શૈલેન્દ્રકુમાર ઍટીઍમ સેન્ટર ઉપર પહોચી ગયા હતા અને ત્યાં ઍટીઍમ મશીન ચેક કરતા મશીનના ઉપર રહેલા પતરાનો લોક તોડી સેફને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દર વખતે સેફના ખુલ્યા બાદ તેના પાસવર્ડ બદલાઈ જતા હોવાથી તસ્કરો રોકડ ચોરવામાં નિષ્ફળ ગયા હતા. આ અંગે શેલેન્દ્રે હેડ ઓફિસમાં જાણ કર્યા બાદ ઉધના પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.