
સુરત શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી ઠગબાજા જરૂરિયાતમંદ લોકો પાસેથી પૈસા પડાવી લેતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ફરીઍકવાર કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવકે પણ આવાસના ચક્કરમાં રૂપિયા ૫૦,૯૫૦ ગુમાવ્યા હોવાનો વારો સામે આવ્યો હતો.
મહારાષ્ટ્ર ધુળિયા જિલ્લાના સાક્રી તાલુકાના વતની હાલ કાપોદ્રા ઍલઍચ રોડ ચંચળનગરમાં રહેતો ૩૩ વર્ષીય કલ્પેશ સુભાષ પાઠક રીંગરોડ જીવનજ્યોત કોમ્પ્લેક્સમાં શુભલક્ષ્મી પોલિયેસ્ટર કંપનીમાં પરચેસ વિભાગમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કલ્પેશે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યો હતો. જોકે, ડ્રોમાં તેનો નંબર ન લાગતા વેઇટિંગમાં નામ જતું રહ્નાં હતું જેથી કલ્પેશભાઈ પોતાના ઓળખીતા મિત્રને વાતચીત કરતા તેમને નિર્મલ ત્રિપાઠી નામના ઠગબાજનું નામ આપી તેની સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ નિર્મલ ત્રિપાઠીઍ વેસુ ખાતે સુમન સંધ્યામાં આવાસ અપાવવાની લાલચ આપી અલગ અલગ ભાડા હેઠળ રૂપિયા ૫૦,૯૫૦ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ ૧ મહિનાથી વધુ સમય નીકળી જતાં આવાસમાં ફલેટ નહીં મળતાં છેવટે કલ્પેશે નિર્મલ પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ નિર્મલે ખોટો વાયદો કરી સમય પસાર કરી કલ્પેશને પૈસા ચુકવ્યા નહતા. અને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું માલૂમ થતાં કલ્પેશે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.