૩૦મી જાન્યુઆરી ગાંધીજી નિર્વાણ દિવસથી ૧૩મી ફેબ્રુઆરી સુધી રક્તપીત્ત અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ થીમ ઉપર વિવિધ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.
બુધવારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રક્તપિત્ત અવરનેસ કેમ્પઇન અંતર્ગત ઍક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, હોસ્પિટલના તમામ આરઍમઓ આ રેલીમાં જાડાયા હતા. હાલમાં વિવિધ બેનરોમાં લખાણ લખી સુત્રોચ્ચાર કરી લોકોને રક્તપિત્ત અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. ઢોલ નગાડાના તાલે ડોક્ટરોઍ નૃત્ય કરી રક્તપિત્તના જાણકારી લોકોને મળે તે અંગેનું આયોજન કર્યું હતું.