બાલાજી રોડ સેવા કેન્દ્રમાં કાર્યરત બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા અખિલ ગુજરાત શિવજયંતી મહોત્સવ નિમિત્તે શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત ત્રિદિવસીય સ્વર્ણિમ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગીત-સંગીત દ્વારા ગીતા જ્ઞાન આપતી આધ્યાત્મિક સંગીત સંધ્યા હશે.
જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આત્મદર્શન, પરમાત્મા દર્શન, સ્વર્ગ દર્શનનો સંદેશ આપતું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ ત્રણ દિવસ થ્રીડી શો માટે વિશેષ થિયેટર બનાવવામાં આવ્યું છે. શિવ અવતરણ અને કર્તવ્યની ઝાંખી કરાવતો ૧૫ મીનીટનો થ્રીડી શો બતાવવામાં આવશે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયક બી.કે. અવિનાશ ઉપસ્થિત રહેશે. તા. ૧૦મી ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી બાલાજી ગર્લ્સ સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે.