મજૂરા ગેટ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. જેમાં લગભગ ૧૦૦ થી વધુ યુનિટ રક્ત ઍકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પાણીનો બોટલ આપવામાં આવી હતી. આ રક્તદાન કેન્દ્રમાં સુરત રક્તદાન કેન્દ્રની ટીમે સેવા આપી હતી.