શહેરમાં ખુલ્લેઆમ ઠગબાજા ફરી રહ્ના છે. અવનવી તરકીબો અજમાવી વૃદ્ધ લોકોને છેતરી રહ્ના છે. ફરીઍકવાર ઉધના ભગવતીનગર ખાતે આવેલા મહાદેવના મંદિરના પુજારીની માતાને ભેટી ગયેલા ઠગબાજે મંદિરમાં પૈસા દાન કરવાના કહી મંદિરનો ગેટ ખોલાવ્યો હતો ત્યારબાદ સોનાની ચેઇનïને પૈસા અડાડીને દાન કરવાની બાધા મુક્યો હોવાની કહી વૃદ્ધા પાસેથી સોનાની ચેઇન લઇ બાઇક ઉપર ઠગબાજï ભાગી છૂટયો હતો.
ઉધના ભગવતીનગરની સામે અક્ષરકુંજ ઍપાર્ટમેન્ટમાં રહેતા કપિલભાઈ મોહનભાઈ દવે ઉધના ભક્તિનગરમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજાપાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ૬૬ વર્ષીય વિધવા માતા શારદા બેન તા. ૭મી ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન માટે ગયા હતા. ત્યારે આશરે ૧૨ વાગ્યાના અરસામાં મંદિરની બહાર નીકળી ગેટ બંધ કરી રહ્ના હતા તે વખતે બાઇક ઉપર ઍક યુવક આવ્યો હતો. તેને શારદાબેનને જણાવ્યું હતું કે માસી મારે મંદિરમાં પૈસા દાન કરવાના છે તેમ કહેતા શારદાબેને મંદિરનો દરવાજા ખુલ્લો રાખ્યો હતો. પરંતુ ઠગબાજે ફરીવાર જણાવ્યું હતું કે, માસી તમારી પાસે સોનાની ચેઇન હોય તો મને આપો મારે કોઈપણ સોનાની ચેઇન સાથે પૈસા અડાડીને રૂપિયા દાન કરવાની બાધા રાખી છે તેમ કહેતા શારદા બેને મારી પાસે હાલ સોનાની ચેઇન નથી પણ ઠગબાજે ચાલાકી વાપરી તમારા ઘરે જઇને સોનાની ચેઇનને પૈસા અડાડી દાન કરી દઇશ તેમ કહી શારદાબેનને વિશ્વાસમા લીધા હતા. ત્યારબાદ બંને જણા બાઇક ઉપર ઘરે પહોચી ગયા હતા. ત્યાં શારદા બેને વહુ ભાવનાબેનની હાજરીમાં ઠગબાજને સોનાની ચેઇન આપી હતી ત્યારે ઠગબાજે સોનાની ચેઇન રૂપિયાના બંડલ સાથે વીંટાળીને સેટી ઉપર રાખેલા તકિયામાં મુકી દીધું હતું અને જણાવ્યું હતું કે, ચેઇન અને પૈસા અત્યારે કાઢશો તો અપશકુન લાગશે તમે સાંજે કાઢજા તેમ કહી ઠગબાજ ઘરેથી જતો રહ્ના હતો. પરંતુ સાસ અને વહુને શંકા જતાં તેને તકિયામાં રાખેલ પૈસાનો બંડલ અને ચેઇન જાતા તે ગાયબ હતી. આ જાઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને પોતાના સાથે વિશ્વાસઘાત થયાની જાણ થતાં શારદાબેને ઉધના પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૭૦ હજારની ચેઇનની ઠગાઈ થયા હોવાની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.