
યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા સિલીકોન રેસિડેન્સીમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ ઍક દુકાનને ટાર્ગેટ કરી અંદર પ્રવેશ રૂપિયા ૨૫ હજારની ઇમિટેશન જ્વેલરી ચોરી કરી ભાગી છૂટયા હતા.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની અને હાલ સીમાડા ગામ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા દર્શીતભાઈ જગદીશભાઈ શીયાણી યોગી ચોક સાવલીયા સર્કલ નજીક સીલીકોન રેસીડેન્સીમાં ઇમિટેશન જ્વેલરીની દુકાન ધરાવે છે. તારીખ ૬ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ તેમની દુકાનમાં વહેલી સવારે તïસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ દુકાનનું શટર ઉંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાંથી રૂપિયા ૨૫ હજારની કિંમતના ઇમિટેશન જ્વેલરીના ત્રણ ડબ્બા ચોરી કરી ભાગી છૂટયા હતા. આ ડબ્બામાં ૧૫૦ નાના મોટા પેન્ડલ અને બ્રાસના દાગીના હતા. આ બનાવ સંદર્ભે દર્શીતભાઈનો જાણ થતાં તેઓ દુકાને દોડી આવ્યા હતા. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બાઇક ઉપર ત્રણ ચોરો ચોરી કરવા માટે આવ્યા હતા. આ બનાવ સંદર્ભે દર્શિતભાઈઍ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.