
રાજ્યમાં સ્ક્રેપ પોલિસીના અમલીકરણ સાથે વધુ ૨૦૧ ફિટનેશ સેન્ટર ખોલવાની કવાયત શરૂ થતાં શહેરમાં પણ લોકેશન શોધવાવા માંડ્યા છે. શહેરમાં પણ લાખોની સંખ્યામાં વાહનો કન્ડમ બનશે. પાલિકાના ૨૩૦ વાહનો ૧૫ વર્ષ જુના છે, જે માટે આરટીઓઓનું માર્ગદર્શન મેળવાયું છે. તબક્કાવાર ફિટનેસ રિપોર્ટ મુજબ નિકાલ કરાશે.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્નાં કે, ૨૦૪ ફિટનેશ સેન્ટર પૈકી ૩ શરૂ કરી દેવાયા છે, ઍપ્રિલ સુધીમાં બાકીના ૨૦૧ શરૂ કરાશે. દર ૧૫ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાની હોય છે ત્યારે આ પૉલિસી અંતર્ગત ૨૦ વર્ષ જૂના વાહનો ભંગાર બની શકે છે. સુરતમાં પોલીસ, જીઍસઆરટીસી અને પાલિકાના વાહનોનાં ફિટનેશ સર્ટી મેળવવાની પણ તૈયારી સંબંધિત વિભાગોઍ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. પાલિકાના વર્કશોપ વિભાગે જણાવ્યું કે, સ્ક્રેપ પોલિસીનો ઉંડો અભ્યાસ કરાયો છે. આ અંગે આરટીઓ વિભાગ પાસેથી પણ જરૂરી અભિપ્રાય મેળવવામાં આવ્યાં છે. હાલ સુધીમાં ૧૫ વર્ષ જૂના ૨૩૦ વાહનો પણ ચિહ્નિત કરી લેવાયા છે, જેમનો સ્ક્રેપ પોલિસીના બિંદુને ધ્યાનમાં રાખીને તબક્કાવાર નિકાલ કરવામાં આવી શકે છે.સરકારી વાહનોની વાત કરી તો, સુરત પોલીસ પાસે ૧૫ વર્ષથી વધુ સમયના જૂના ૫ વાહનો છે. જેમાં ઍક વોટર કેનન, બે જીપ્સી, ઍક ઍસ્ટીમ કાર અને ઍક બસ છે. આ વાહનોની પોલીસ ઉપલા અધિકારીની મંજૂરી લઈ આગામી દિવસોમાં હરાજી પણ કરશે.