સુરત શહેરમાં ઠગબાજા અવનવી તરકીબો અજમાવી લોકોને છેતરી રહ્ના છે .છેલ્લા કેટલાક દિવસોથી સોનાના દાગીનાને પૈસા અડાડીને દાન આપવું છે તેમ કહી સોનાના દાગીના સેરવી લેતો ઠગ લોકોને છેતરી રહયો છે ફરી ઍક વાર વરાછા ઍલઍચ રોડ ઈશ્વરકૃર્પા સોસાયટીમાં રહેતા ઍક કર્મકાંડીને ભેટી ગયેલી ઠગબાજે બ્રાહ્મણને દાન આપવું છે તેમ કહી પૈસા ખીસ્સામાંથી કાઢી સોનાના દાગીનાને અડાડીને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતા બ્રાહ્મણે દાનના ચકકરમાં તેના તમામ દાગીના કાઢીને આપ્યા હતા. ઠગબાજે પરિવારની હાજરીમાં પૈસા દાગીના સાથે મૂકી તેમની નજર ચૂકવી રૂપિયા ૪.૨૦ લાખના દાગીના સેરવી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે
વરાછા ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા હિતેશભાઈ જાદવભાઈ દવે ધાર્મિક કર્મકાંડ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે તેમના પિતા જાદવભાઈ દવે બીલીમોરા ખાતે અલગ ફર્નિચર નામની દુકાન ધરાવે છે .તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ સવારના સમયે હિતેશભાઈ પોતાના પુત્ર અને પુત્રીને ટયુશને મુકવા માટે ઘરેથી નીકળી રહયા હતા તે દરમિયાન તેમની માતા અજાણ્યા યુવકને ઘરે લઇને આવી હતી.માતાઍ પુત્રને જણાવ્યુ હતુ કે આ ભાઈ બ્રાહ્મણને દાન આપવા માટે આવ્યા છે .જેથી યુવકે પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ના નોટનો બંડલ કાઢી હિતેશભાઈની માતાના હાથમાં મૂકીને જણાવ્યું હતું કે સોનાની વસ્તુ સાથે પૈસા અડાડીને દાન આપવું છે.તેમ કહેતા હિતેશભાઈઍ પત્નીઍ પૈસા આપતા તેણીઍ કબાટમાં રાખેલા સોના દાગીના સાથે પૈસા મૂકી દીધા હતા. પરંતુ ઠગ યુવકે જણાવ્યું હતું કે લાલ કપડામાં દાગીના અને પૈસા મૂકવાનું કહ્નાં હતું જેથી ઠગયુવકે લાલ કપડુ મંગાવી પોતાના હાથથી પૈસા અને દાગીના મુકી કબાટમાં પરિવારની હાજરીમાં પાછા મુકી દીધા હતા. ત્યારૂબાદ દીવો સળગાવી પોટલી ખોલવાની કહી તે ત્યાંથી જતો રહયો હતો.પરંતુ હિતેશભાઇને શંકા જતા તેમણે પોટલી ખોલતા તેમાંથી રૂ.૪.૨૦ લાખના સોનાના પાટલા ,હાર,પેન્ડલ વગેરે ગાયબ હતુ.જેથી પોતાની સાથે ઠગાઇ થયા હોવાનુ ભાન થતા તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.