સુરત શહેરમાં પ્રતિબિંધિત સમયમાં ભારે વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. જેથી વરાછાના ધારાસભ્ય કુમાર કનાણીઍ ટ્રાફિક ડિસીપીને પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં પ્રવેશતાં હોવાથી તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તેનો ખુલાસો માંગતો લેટર લખવામાં આવ્યું હતુ જેના ભાગ રૂપે ટ્રાફિક પોલીસ તંત્ર હરતકમા આવી પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરનારા ભારે વાહનો અને લકઝરી બસોને પકડી દંડની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા લક્ઝરી બસો માટે સવારના સાતથી રાતે ૧૦ વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે આઠથી બપોરના ૧ અને સાંજે પાંચથી રાત્રે ૧૦ વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવાની મનાઇ કરતુ જાહેરનામું અમલમાં છે. પરંતુ આ પ્રતિબિંધિત સમયમાં પોલીસ કમિશનરનો જાહેરનામાનો ભંગ કરતા અનેક ભારે વાહનો, લક્ઝરી બસો બેફામ દોડતી નજરે પડે છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. આ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીઍ ડીસીપીને ઍક અઠવાડિયા પહેલા ઍક લેટર લખી આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી તેનું કારણ સાત દિવસમાં લેખિતમાં જણાવવાનું કહ્નાં છે. ધારાસભ્યના લેટર બાદ ટ્રાફિક પોલીસ તંત્ર હરકતમા આવી રાત્રિના સમયે ૧૦ વાગ્યા પહેલા શહેરમાં ફરતી લકઝરી બસ ચાલકો સામે લાલ આંખ કરી તેમને મેમો ફટકારી દંડની કાર્યવાહી શરૂ કરી છે.