સુરત શહેરમાં દિનપ્રતિદિન લુખ્ખા તત્વોનો આંતક વધતો જઈ રહયો છે.ત્યારે સલાબતપુરા પોલીસ મથકની હદમાં સમાવેશ થતા આંજણા ફાર્મ અનવરનગર વિસ્તારમાં માથાભારે તરીકેની છાપ ધરાવતા અમન તથા તેમના સાગરીતો મળીને અનવરનગરમાં ચાલતી ગાડીઓ રોકાવી જાહેરમાં તલવાર વડે ગાડી ઉપર મારતો તેમજ સ્થાનિકને પણ ખુલ્લી તલવાર લઈ મારવાનાં ઇરાદે દોડતા સીસીટીવી કેમેરા માં કેદ થયા છે.જોકે પોલીસે બે ટપોરીઓની ધરપકડ કરી છે.