૧૪મી ફેબ્રુઆરી ઍટલે વેલેન્ટાઈન દિવસ. આ દિવસે લોકો પોતાના પ્રિય પાત્રને ગિફ્ટ અને ફૂલો આપતા હોય છે. આ દિવસ દરમિયાન ગુલાબના ફૂલોની ડિમાન્ડ વધી જતી હોય છે. ખાસ કરીને લોકો આ દિવસે ગુલાબના બુકે આપવાનું પસંદ કરતા હોય છે અને આ બુકે ૫૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦૦ રૂપિયા સુધીના પણ લોકો તૈયાર કરાવી પોતાના પ્રિય માત્રને ગિફટ આપી હતી.
વેલેન્ટાઈન દિવસ ઍટલે પ્રેમીઓનો દિવસ. સંત વેલેન્ટાઇનના જન્મદિવસને વેલેન્ટાઇન દિવસ તરીકે મનાવવામાં આવે છે. વેલેન્ટાઈનના વીકમાં ખાસ કરીને ગુલાબના ફૂલોની ડિમાન્ડ વધી જતી હોય છે. સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગુલાબ આવતા હોય છે. જેમાં ખાસ કરીને ચાઈનીઝ ગુલાબ બેંગલોર ખાતેથી આવે છે. વેલેન્ટાઇનના ચાર પાંચ દિવસ પહેલા જ ફુલના વેચાણમાં ઉછાળો જોવા મળતો હોય છે અને તેમાં પણ વેલેન્ટાઇન ડેના દિવસે લોકો બુકેના ઓર્ડર આપતા હોય છે અને આ બુકે ખૂબ જ મોંઘા પણ હોય છે. ફૂલોના વેપારી મિલનભાઈઍ કહ્નાં કે વેલેન્ટાઈન ડે ના દિવસે જે ગુલાબ ૧૦ રૂપિયાનું મળતું હોય છે તે ૫૦ થી લઈને ૧૦૦ રૂપિયા સુધીમાં ફરતું હોય છે અને બીજી તરફ લોકો પોતાના પ્રિય વ્યક્તિને બુકે ભેટ સ્વરૂપે આપતા હોય છે. અલગ અલગ પ્રકારના બુકે અમે લોકો બનાવીઍ છીઍ. જેમાં માત્ર ફૂલોનો ઍટલે કે ગુલાબનો ગુલદસ્તો બનાવવો હોય તો તેની શરૂઆતની કિંમત જ ૫૦૦ રૂપિયાથી થાય છે. અવનવા ગુલદસ્તાઓ બનાવવા માટે ના ઓર્ડર અમને મળતા હોય છે ૫૦,૦૦૦ સુધીના પણ લોકો પોતાના પ્રિય વ્યક્તિ માટે બનાવી ગિફટ તરીકે આપી હતી.