સુરત તથા દક્ષિણ ગુજરાતના સીઍનજી પંપધારકોના કમિશનના પ્રશ્નને લઈને ઍસોસિઍશનની ઍક બેઠક આજે યોજાઇ રહી છે અને જો કંપની તરફથી કમિશનના મુદ્દે હકારાત્મક વલણ અપનાવવામાં નહીં આવે તો સીઍનજી પંપધારકો આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ કરશે.
સીઍનજી ફ્રેન્ચાઈઝી ઍસોસિઍશન દ્વારા ફરી મિશનના મુદ્દે હડતાલ પાડવાનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. આજે ઍસોસિઍશનની ઍક બેઠક મળનારી છે. જેમાં તમામ સભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે તેમજ કમિશન માટે મિટિંગમાંથી જ સીધો ફોન મારફતે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ ઍન્ડ નેચરલ ગેસમાં સંપર્ક કરવામાં આવશે. જો હકારાતમક અભિગમ રહેશે તો હડતાલ નહીં પાડવામાં આવે પરંતુ જો જવાબ યોગ્ય ન મળે તો ૧૬ તારીખે સવારે ૬ વાગ્યાથી હડતાલની જાહેરાત કરાવામાં આવશે.સુરત તથા દક્ષિણ ગુજરાતના સીઍનજી પંપધારકોની કમિશનના પ્રશ્ને કંપની તરફથી આશ્વાસન આપવામાં આવ્યા પણ કમિશનના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા સુરતના લગભગ ૫૦ તથા દક્ષિણ ગુજરાતના ૨૫૦ જેટલાં સીઍનજી પંપધારકોઍ ઍક ૨૪ કલાકની પ્રતિક હડતાળ પણ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. સીઍનજી પંપ ધારકોની ઍક દિવસની હડતાળ બાદ પણ કમિશનના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આજ રોજ દક્ષિણ ગુજરાતના સીઍનજી પંપધારકોની ઍક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સીઍનજી સપ્લાય કરતી કંપની સામે કમિશનર પ્રશ્ને વાટાઘાટો કરવામાં આવશે અને આજે રાત સુધીમાં સીઍનજી પંપધારકોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ સીઍનજી પંપધારકોઍ તા. ૧૬મી ફેબ્રુઆરથી સીઍનજી પંપો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખીને હડતાલનું ઍલાન કરી શકે છે.