સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલાં કરવામા આવેલા ફોટો શેસનમાં પાલિકાના વિરોધ પક્ષે ગેરહાજર રહીને વિરોધ કર્યો હતો. પાલિકાની ડાયરી માટે ફોટો શેસન કરવા માટે ૧૨૦ કોર્પોરેટરોનો ફોટોશેશન રાખવામાં આવ્યો હતો. પાલિકાના શાસકોઍ ફોટોસેશન માટે દસ દિવસ પહેલા તૈયારી કરી હતી પરંતુ વિપક્ષને જાણ નહી કરાતા વિપક્ષ ગેર હાજર રહ્નાં હતુ્.
ફેબ્રૂઆરી માસ અડધો પુરો થઈ ગયા બાદ પાલિકાની ડાયરી માટે કવાયત શરૂ થઈ છે આ ડાયરી માટે તમામ નગર સેવકોનો ગ્રૂપ ફોટો બાકી હોવાથી બજેટની સામાન્ય સભા પહેલાંના સમયે ફોટો શેસન માટે આયોજન કરવામા આવ્યું હતું. આ ફોટો સેશન માટે દસ દિવસ પહેલાં આયોજન કરવામા આવ્યું હતું. આ માટે ભાજપના કોર્પોરેટરોને સફેદ શર્ટ માટે કટપીસ પણ આપી દેવામા આવ્યા હતા. પાલિકાના ભાજપ શાસકોઍ દસ દિવસ પહેલાં ફોટો સેશન માટે આયોજન કર્યું હતું પરંતુ પાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીને છેક છેલ્લી ઘડીઍ ઍટલે કે ગઈકાલે રાત્રે પીઆરઓ દ્વારા મેસેજ કરવામા આવ્યો હતો અને ફોટો સેશનની જાણ કરવામા આવી હતી. જેના કારણે પાલિકાના વિરોધ પક્ષે ફોટો સેશનનો વિરોધ કરીને ગ્રૂપ ફોટોમાં હાજર રહ્નાં ન હતા.