
પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટમાં ૩૦૭ કરોડના વેરા-યુઝર ચાર્જ વધારવામા આવ્યો હતો. તે બજેટ પર પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ સ્થાયી સમિતિઍ વેરામાં ૬ કરોડનો ઘટાડો કર્યો હતો. સ્થાયી સમિતિઍ કહેવાતી કરેલી પુખ્ત ચર્ચા બાદ પણ વેરા ધરખમ હોવાથી ભારે વિરોધ થાય તેમ હોવાથી પાલિકાની સામાન્ય સભામાં શાસકો વેરા મુદ્દે ઘુંટણીઍ પડ્યા હતા અને બિન રહેણાંક મિલકતના સામાન્ય વેરામાં પ્રતિ ચોરસ મીટર વાર્ષિક દરમાં ૧૦ ટકા રાહત અને ફાયર ચાર્જમાં ૫૦ ટકા રાહત આપવાની દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજુ કરવામાં આવી હતી.
સુરત પાલિકાના ભાજપના પદાધિકારીઓ અને શહેર ભાજપમાં સંકલનનો સદંતર અભાવ હોય તેવી વાત ફરી ઍક વાર બહાર આવી છે. શિક્ષણ સમિતિઍ સ્માર્ટ સ્કૂલ માટે ૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું તેને સ્થાયી સમિતિઍ ગાયબ કરી દીધું હતું તેમાં કૌભાંડ ઉપરાંત સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું હતું. ત્યારબાદ આજે ફરી ઍક વાર આજે ફરી ઍક વાર શાસકોમાં સંકલનનો અભાવ અને આડેધડ નિર્ણય કરવામા આવતો હોવાનું બહાર આવ્યું છે. સુરત મહાનગર પાલિકાના કમિશનરે પોતાના બજેટની દરખાસ્તમાં ૩૦૭ કરોડનો વેરા અને યુઝરચાર્જ વધારવા ભલામણ કર્યા બાદ. શાસકોઍ સ્થાયી સમિતિમાં છ કરોડની રાહતો આપ્યા પછી પણ ભાજપની નેતાગીરી નારાજ નારાજ હતી. કારણ વેરા વધારાના રાહત આપવાની સૂચનાનું આંશિક પાલન સ્થાયી સમિતિઍ કર્યું હતું. તેથી મોવડી મંડળની સૂચનાને પગલે સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોનો મોટો નિર્ણય બજેટની સભામાં બિન રહેણાંક મિલકતના સામાન્ય વેરામાં પ્રતિ ચોરસ મીટર વાર્ષિક દરમાં ૧૦ ટકા રાહત અને ફાયર ચાર્જમાં ૫૦ ટકા રાહત આપવા ની દરખાસ્ત મેયર હેમાલી બોધાવાલાઍ દરખાસ્ત રજૂ કરી સર્વાનુમતે વેરા યુઝર ચાર્જમાં રાહત મંજૂર કરાઈ છે જેના કારણે વેરાની આવકમાં અંદાજે ૭૫ કરોડથી રાહત મળી શકે તેવી શક્યતા છે.