
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી દુર કરવા માટે ખાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. શરૂઆતમાં પંદરેક દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલમાં સુવિધા અને વ્યવસ્થા રાખવામાં સફળતા મળી હતી. પરંતુ જાહેરાતના થોડા જ દિવસો બાદ સ્મીમેર હોસ્પિટલમાં ફરીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ રહ્ના છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કેટલાક વોર્ડમાં કુતરા અને બિલાડા આંટા મારી રહ્નાં હોવાથી સ્મીમેરમાંથી અવ્યવસ્થા કાયમી ધોરણે દુર કરવાનો દાવો થોડા જ દિવસોમાં પોકળ સાબિત થયો છે.
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પીટલના રેઢિયાળ તંત્રને દુર કરવા માટે સુરત પાલિકા કમિ‘ર શાલિની અગ્રવાલે સ્મીમેર હોસ્પિટલમાં ખાસ અધિકારી તરીકે રાજ્ય સરકારમાંથી આવેલા ડેપ્યુટી કમિશનર જે.ઍન.વાઘેલાને મુક્યા હતા. માત્ર પંદર દિવસમાં જ સ્મીમેર હોસ્પિટલમાંથી ૪૦ કિલો જેટલા ગુટખા અને તમાકુ ઝડપી પાડ્યા બાદ સ્મીમેર હોસ્પિટલની સફાઈની કામગીરી પણ સારી થઈ હતી. આ માટે પાલિકા તંત્રઍ મોટા ઉપાડે જાહેરાત કરીને સ્મીમેર હોસ્પિટલમાં કાયમી ધોરણે સફાઈ રહે અને કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે દરકે વોર્ડ અને દરેક માળ દીઠ અધિકારીઓની જવાબદારી નક્કી કરી હતી.સ્મીમેર હોસ્પિટલની વાહવાહી થઈ હતી ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલનો વહીવટ ફરી રેઢિયાળ બની ગયો છે. સ્મીમેર હોસ્પિટલમાં સફાઈના મોટા દાવા વચ્ચે સ્મીમેર હોસ્પિટલ ફીમેલ વોર્ડમાં કુતરા અને બિલાડીના આંટા ફેરા શરૂ થઈ ગયાં છે. બીમાર દર્દીઓ વચ્ચે કુતરા અને બિલાડીના આંટા ફેરા શરૂ થતાં દર્દીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.