
વરાછા વિસ્તારમાંથી ૧૪ વર્ષ અગાઉ રૂ.૧ લાખની મત્તા ચોરી ફરાર નેપાળી દંપત્તિને ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના વસઇથી ઝડપી લીધું છે. દંપત્તિ જેમને ત્યાં વર્ષ ૨૦૦૯ માં ઘરકામ કરતા હતા તે બંગલાની દેખભાળ માટે બંનેને ચાવી સોંપી વતન ગયા હતા ત્યારે કબાટનું લોક તોડી ચોરી કરી બંને વતન ભાગી ગયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના મોબાઇલ સ્નેચીંગ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના વસઇ કિલ્લા રોડ ભગવાન નિવાસ ખાતેથી ૩૭ વર્ષીય કાલુસિંહ ઉર્ફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમબહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની ૨૮ વર્ષીય સાજનબેન ઉર્ફે ઘનાને ગતરોજ ઝડપી પાડ્યા હતા. પોલીસે કાલુસિંહ પાસેથી રોકડા રૂ.૧૬ હજાર કબજે કર્યા હતા.બંને ૧૪ વર્ષ અગાઉ સુરતના વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં વોન્ટેડ હોય ક્રાઈમ બ્રાન્ચે તેમનો કબજો વરાછા પોલીસને સોંપ્યો હતો.બંને વર્ષ ૨૦૦૯માં નેપાળી દંપત્તિ સુરતના વરાછા ત્રિકમનગર ૧ ખાતે રહેતા રમેશભાઈ સાકરીયાને ત્યાં ઘરકામની નોકરી કરતું હતું. રમેશભાઈને વતન જવાનું હોય તે બંગલાની દેખભાળ માટે ચાવી દંપત્તિને સોંપી વતન ગયા હતા. તે સમયે દંપત્તિ બંગલામાં મુકેલા કબાટનું લોક તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના, વસ્તુઓ અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.૧,૦૦,૫૦૦ ની મત્તા ચોરી વતન ભાગી ગયા હતા. ત્યાંથી ૧૦ વર્ષ અગાઉ બંને વસઈમાં રહી ઘરકામની નોકરી કરતા હતા.