
રીંગ રોડ ટીટી ટાવર માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક પરિવારના છ ઠગ વેપારીઓઍ વિવર્સો પાસેથી લાખો રૂપિયાનો ઉધાર ગ્રે કાપડનો માલ લીધા બાદ ઉઠમણું કર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
સીટીલાઇટ રૂતમ ઍપાર્ટમેન્ટમાં રહેતા મીતુલભાઈ નટવરભાઈ પટેલ ગ્રે કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. ત્રણ મહિના પહેલા રીંગ રોડ ટીટી ટાવરમાં કાપડની દુકાન ધરાવતા અને ગોડાદરા ધ્રુવ પાર્ક સોસાયટીમાં રહેતા રવિન્દ્રનારાયણ તીવારી, તેના પુત્ર બાલકિશન રવિન્દ્રનારાયણ તીવારી, બ્રીજેશ તીવારી, બાલમુકુંદ તીવારી તથા બાલકિશનનો સાળો રોશન અને તેના પુત્ર શરદ તીવારીઍ ઍકબીજાની મદદગારીથી છેતરપિંડી કરવાના ઇરાદે મિતુલભાઈ સહિત ચારથી પાંચ વેપારીઓ સાથે સંપર્ક કર્યો હતો. તમામ પાસે કાપડ અને સાડી તથા ગ્રે કાપડનો માલ ઉધાર લઇ સમયસર પૈસા ચુકવી તમામનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આ છ જણાઍ વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૩૯.૦૯ લાખથી વધુનો ઉધાર માલ ખરીદયું હતું. ત્યારબાદ વેપારી ધારાધોરણ મુજબ પૈસા ન ચુકવતા વેપારીઓઍ ઉઘરાણી શરૂ કરી હતી. ઉઘરાણીથી બચવા માટે આ તમામોં ઓફિસ, ગોડાઉન, ઘર ખાલી કરી ઉઠમણું કરી ભાગી છુટયા હતા. આ બનાવ સંદર્ભે મીતુલભાઈઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.