
ભેસ્તાન પાસેથી પોલીસે બાતમીના આધારે દેશી તમંચા સાથે ઍક યુવકને ઝડપી પાડી પાંજરે પુર્યો છે.
પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાન પ્રિયંકા સોસાયટી પાછળ ખુલ્લા મેદાનમાં ઍક યુવક દેશી તમંચો લઇને ફરી રહ્ના છે. પોલીસે હકીકતના આધારે વોચ ગોઠવી યુપી ઇલાહાબાદ જિલ્લાના ખેનુવા ગામનો વતની હાલ વડોદ સત્યનારાયણ નગરમાં રહેતો રીતેશસીંગ શૈલેન્દ્રસીંગ રાજપુતને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા પાંચ હજારનો દેશી તમંચો અને કારતૂસ કબજે કર્યા હતા. પોલીસે હાલ તેની વધુ પુછપરછ હાથ ધરી છે.