અઠવાલાઇન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૧૨ અને ૧૩મી માર્ચના રોજ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાની સ્થાપનાને ૪૦ વર્ષ પૂર્ણ થવાની અવસરે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ યોજાશે. જેમાં આર્ટ ઓફ લીવીંગ ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર પાર્વતીજીઍ શિખવેલા ૧૧૨ મેડિટેશન ટેકનીક શિખાવશે અને જ્ઞાનવાણી આપશે. આ ઉપરાંત તારીખ ૧૩મી માર્ચના રોજ ગોપીન ગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બે દિવસના કાર્યક્રમમાં લાખો જનમેદની આવશે તેવી આશા વ્યક્ત કરવામા આવી છે.