પાંડેસરા ક્રિષ્ણાનગરમાં રાત્રિના સમયે ઉભેલા ઍક વ્યક્તિ ઉપર બાજુના સોસાયટીના ટપોરીઍ તલવાર બતાવી ધાક ધમકી આપી રૂપિયા ૭ હજારની લૂંટ કરી ભાગી છુટયા હતા.
પાંડેસરા નાગસેનનગરની પાસે ક્રિષ્ણાનગરમાં રહેતા મીતકુમાર કમલેશભાઈ પટેલ ભાડેથી ફોરવ્હીલ ગાડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૧૬મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે મીતકુમાર પોતાના ઘસ પાસે ઉભો હતો ત્યારે નાગસેનગરમાં રહેતો પ્રદીપ ઉર્ફે પદયો તથા રાજુ ચૌધરી હાથમાં તલવાર લઇને મીત પાસે આવ્યા હતા. મીતકુમાર કઈ સમજે તે પહેલા બંને જણા તેને માર મારી ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૭ હજાર કાઢી લીધા હતા. જેથી ગભરાયેલા મીતકુમારે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પરંતુ પકડાઈ જવાના બીકે બંને જણા તલવાર હવામાં ફેરવા ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે મીતકુમારે પાંડેસરા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.