શનિવારે મહાશિવરાત્રીના પવન અવસરે ડિંડોલી કરાડવા રોડ ખાતે સાંઈ વિલા રેસીડેન્સી માં શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે જેના ભાગરૂપે શુક્રવારે ઍટલે કે ૧૭ મી ફેબ્રુઆરીઍ કળશ યાત્રા નિકળી હતી જે કરાડવા ગામ ખાતે પહોંચી ત્યાંથી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરેથી કળશમાં જળ લાવી શોભા યાત્રા પરત સાંઈવિલા રેસીડેન્સીઍ પહોંચી હતી.
શનિવારે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થનાર છે. ત્યારે સુરતના ડિંડોલી-કરાડવા રોડ શ્રી સાંઈ વિલા રેસિડેન્સી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરાઈ છે. શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શુક્રવાર ૧૭મી ફેબ્રુઆરીથી કાર્યક્રમોની શરૂઆત કરાઈ છે. જેમાં સવારે ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી. આ શોભા યાત્રા કરાડવા ગામ ખાતે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાંથી કળશમાં જલ લઈ શોભા યાત્રા પરત સાંઈવિલા રેસિડેન્સીઍ પહોંચી હતી. નિકળેલી કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. અને બમબમ ભોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું.આ અંગે માહિતી આપતા ડો. અશોક પાટિલઍ જણાવ્યું હતું કે સાંઈ વિલા રેસીડેન્સી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું છે. તારીખ ૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે શોભાયાત્રા નીકળી હતી. શનિવાર તારીખ ૧૮ મી ફેબ્રુઆરીના ઍ મહાશિવરાત્રી પર્વને લઈ સવારે આઠ કલાકે મૂર્તિ સ્થાપના કરાશે. અને ૧૯મી ફેબ્રુઆરીના રોજ ૧૨ થી ૪ દરમિયાન મહાપ્રસાદીના આયોજન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ થશે.