
સુરતનાં લાલ દરવાજા વિસ્તારમાં અશ્વમાં જોવા મળેલા અંત્યત ગંભીર ઍવા ગ્લેંડર રોગમાં ૬ અશ્વોને દયા મૃત્યુ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પશુપાલન વિભાગ દ્વારા લાલ દરવાજાની આસપાસનાં વિસ્તારમાં પાળવામાં આવતા અશ્વોનાં સેમ્પલ લઇ હરીયાણાની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. અશ્વમાં જોવા મળેલો ગ્લેન્ડર રોગ માનવમાં પણ ફેલાઈ શકે છે. જેને લઇ સુરત મહાનગર પાલિકાની ટીમે જે ૬ અશ્વોને દયા મૃત્યુ આપવામાં આવ્યા હતા. તેનાં માલિક, અને તે અશ્વોનાં સંપર્કમાં રહેલા લોકોનાં સેમ્પલ પણ મેળવીને તબીબી પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વ પ્રજાતિમાં ગ્લેન્ડરનો રોગ જોવા મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. લાલ દરવાજાના ઍક જ માલિકના આઠ ઘોડાના લેવાયેલા સેમ્પલમાંથી છ ઘોડાનો ગ્લેન્ડર રોગનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેને દયા મૃત્યુ આપી દેવામાં આવ્યા છે. ત્યારે દયા મૃત્યુ આપેલા છ ઘોડાના સંપર્કમાં આવનાર લોકોના પણ સેમ્પલ લેવાની કામગીરીઍ તંત્ર લાગ્યું છે. જેને લઇ લાલ દરવાજાના અશ્વના માલિક ભોલાભાઈના આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલ લઇ આગળની કામગીરી કરી છે. લાલ દરવાજા વિસ્તારમાં વર્ષોથી અશ્વને પાળતા અને બગીઓમાં ઘોડાને ભાડે આપતા ભોલાભાઈના આઠ ઘોડામાંથી છ ઘોડાનો ગ્લેન્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ પણ હવે તપાસમાં જોતરાઈ છે. ઍસઍમસીની ટીમ દ્વારા ઘોડાના માલિક પાસે પહોંચે હતી. મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે ઘોડાના માલિક અને પરિવારના સભ્યોના બ્લડ સેમ્પલો લીધા હતા. ગ્લેન્ડર રોગ પ્રાણીઓમાંથી માનવીઓમાં પણ ફેલાતો હોય છે. ત્યારે માનવીમાં આ રોગ ન ફેલાય તે માટે તંત્ર તાત્કાલિક ઍલર્ટ થયું છે. આ ઉપરાંત પાલિકાઍ ભરીમાતા અને ફુલવાડી વિસ્તારમાં પણ ઘોડાઓ અને તેના માલિકોની તપાસ શરૂ કરી છે. ઘોડાના માલિક અને પરિવારના સભ્યોના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.ઘોડામાં ગ્લેન્ડરના લક્ષણો જણાઈ આવતા તંત્ર તાત્કાલિક ભારત સરકારની ગાઇડલાઇન મુજબ કામગીરી શરૂ કરી રહ્નાં છે. પશુ ચિકિત્સક વિભાગ તાત્કાલિક અસરથી દોડતું થઈ ગયા બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ અશ્વને સાથે સંપર્કમાં રહેલ લોકોના કપાસમાં જોતરાયું છે. અને ઘોડા પાડનાર પરિવારજનોના ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. ઘોડાના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલોને લઈ ટેસ્ટિંગ માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર લેબમાં મોકલી રહ્નાં છે. જેનો રિપોર્ટ ૧૫ દિવસની અંદર આવશે. રિપોર્ટ આવ્યા બાદ તંત્ર આગળની કામગીરી કરશે.