
કતારગામ ફુલપાડા ખાતે આવેલી ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રે કાપડનો ધંધો કરતા ઍક વેપારી પાસેથી રીંગ રોડ અભિષેક માર્કેર્ટના વેપારીઍ દલાલ મારફતે રૂપિયા ૯.૭૪ લાખની વધુનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી ભાગી છુટ્યાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
કતારગામ ગજેરા સ્કુલની પાછળ લક્ષ્મી સોસાયટીમાં રહેતા સતીષભાઈ પ્રાગજીભાઈ તારપરા કતારગામ ફુલવાડી ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં ધર્મનંદન ટેક્સટાઇલ અને પાંડેસરા ભેસ્તાન ખાતે આશીર્વાદ ઇન્ડસ્ટ્રીઝમાં નીલકંઠ ટેક્સટાઇલ નામથી કારખાનું ધરાવે છે. ૨૦૧૮માં રીંગ રોડ માર્કેટમાં કાપડ દલાલી કરતા વિકાસ અગ્રવાલ સતીશભાઈ પાસે આવ્યો હતો અને પોતે માર્કેટïમાં પ્રતિષ્ઠિત દલાલ તરીકે ઓળક આપી પોતાની પાસે મોટી મોટી પાર્ટીઓ હોવાનું કહી ધંધો કરશો તો નફો થશે તેવી લોભામણી વાતો કરી હતીï. અને ત્યારબાદ રીંગ રોડ અભિષેક માર્કેટમાં લક્ષ્મી ફેશનના નામથી ધંધો કરતા દીપક ઘનશ્યામ બંસલ નામના વેપારી સાથે મુલાકાત કરાવી હતી. દીપકે પોતે માર્કેટમાં સારી શાખ હોવાની કહી વેપારી ધારાધોરણ મુજબ ૮૦થી ૯૦ દિવસમાં પૈસા આપી દેવાની બાંહેધરી આપી હતી. આ તમામ પૈસા સમયસર મળી જશે તેવો વિશ્વાસ આપી અને બાંહેધરી વિકાસ અગ્રવાલે લીધી હતી. ત્યારબાદ સતીશભાઈઍ વેપારી અને દલાલના વાત પર વિશ્વાસ મુકી ૧૩-૩-૨૦૧૮થી આજદિન સુધી રૂપિયા ૯.૭૪ લાખથી વધુનો ગ્રે કાપડનો માલ ઉધાર આપ્યો હતો. પરંતુ સમયસર પૈસા ન ચુકવતા સતીશભાઈઍ બંને પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. સતીશભાઈના ઉઘરાણીથી કંટાળી દીપક અને વિકાસે મોબાઇલ ફોન બંધ કરી દુકાનને તાળું મારી ઉઠમણું કરી ભાગી છુટયા હતા. આ બનાવ સંદર્ભે સતીશભાઈઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.