પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીને ઍક બદમાશો ઉપાડી ગયો હતો. તેણીને ઝાડીઓમાં લઈ જઈ બળાત્કાર કરવાની તૈયારી કરી રહ્ના હતો કે તે જ સમયે મસીહા તરીકે આવેલા બિરેન્દ્રકુમાર લલનસિંહ રાજપૂત શૌચ કરવા જતાં બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો જેથી તે ત્યાં દોડી ગયો.અને નરાધમના ચુંગાલ માંથી બાળકીને બચાવી લીધી હતી.આ જાગૃત નાગરિકની સતર્કતાને કારણે ઍક બાળકી પીંખાતા બચી ગઈ હતી જેથી સુરત પોલીસ કમિશનરે યુવકને ઇનામ આપી સન્માનિત કર્યો છે.
પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ પ્રશંસનીય કાર્ય કરનાર વીરેન્દ્ર કુમારને પ્રશસ્તિપત્ર અને ૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તમને જણાવી દઈઍ કે પાંડેસરામાં રહેતી પાંચ વર્ષની બાળકી ૧૪ ફેબ્રુઆરીની સવારે પોતાના ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન નરાધમ રંજન વિજય યાદવે તેનેબિસ્કિટ આપીને પોતાની સાથે લઈ ગયો હતો. અને પાંડેસરા વડોદગામની પાછળના ભાગે ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેના કપડાં ઉતારી તેને પોતાની હવસનો શિકાર બનાવવા જતો હતો. તે સમયે બાળકીના રડવાનો અવાજ સાંભળીને બિરેન્દ્ર કુમાર રાજપૂત દોડતા ત્યાં પહોંચી ગયો હતો અને બાળકીનો બળાત્કાર થતા બચાવી લીધી. અને નરાધમને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો હતો.જેથીઍક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવવા બદલ પોલીસ કમિશનરે તેમનું સન્માન કર્યું હતું.