ડીંડોલી કરાડવા રોડ પર આવેલ સાંઈ વિલા રેસીડેન્સી માં શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ડીંડોલીના કરાડવા રોડની સાંઈ વિલા રેસીડેન્સી મા ધાર્મિકતા નું વાતાવરણ જળવાઈ રહે તે માટે ભવ્ય શ્રી સોમેશ્વર મહાદેવ મહાદેવ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યોજાયો હતો જેમાં મંદિર ના નિર્માણ માટે દાન આપનારા દાતાઓ તેમજ મંદિર બનાવવાની કામગીરીમાં જોડાયેલા કારીગરોને સન્માન કરવામાં આવ્યા હતા.જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સોસાયટીના બાળકો દ્વારા ક્લાસિક નુત્ય અને વિવિધ ડાન્સ ના કાર્યક્રમ ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જ્યારે આ સાથે મંદિર ના સાનિધ્યમાં બાળકો માટે રમત ગમતનું આયોજન કરાયું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો