
હિન્દુ શાસ્ત્ર મુજબ શિવરાત્રીનો ખૂબ જ મહિમા છે. મહાશિવરાત્રીના પાવન દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવાલયમાં પૂજા-અર્ચના કરવા પહોંચ્યા છે. શહેરના તમામ મંદિરોમાં આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા.
સુરતના પાલ વિસ્તારના ઍકલિંગજી શિવલિંગ, પરદેશ્વર મહાદેવ મંદિર, રામનાથ ઘેલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી.મહાશિવરાત્રીના પાવન દિવસે શિવ ભક્તોમાં આજે જબરજસ્ત ભક્તિનો માહોલ જોવા મળી રહ્ના છે. વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં આજે મોટી સંખ્યામાં ભક્તોઍ દૂધ આભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરવા પૂજા કરી હતી.