
સુરતના ન્યુ કમેલા દરવાજા ખાતે થ્રી વ્હીલર ટેમ્પો અચાનક પલટી થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પૂરપાટ ઝડપે લઇ આવતો ટેમ્પો ચાલક અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં રહેલી દુકાનની બહાર પલટી ખાઈ ગયો હતો. ત્યારે રોડ પર ઉભેલા બે યુવકો સહિત ઍક બાળક અને વૃદ્ધ દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થાય ન હતી.
રીંગરોડ ન્યુ કામેલા દરવાજા વિસ્તારમાં આવેલા દાદી અમ્મા દરગાહની પાસે ઍક થ્રી વ્હીલર ટેમ્પો પૂરપાટ ઝડપે આવી રહ્ના હતો. તે દરમ્યાન ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું.જેને લઇ રસ્તા પર દોડતો ટેમ્પો અચાનક જ ફિલ્મી ઢબે પલટી ખાઈ ગયો હતો. દાદી અમ્મા દરગાહ પાસે ઍક વૃદ્ધ સાથે નાનું બાળક રસ્તો ક્રોસ કરી દુકાન બહાર ઊભા હતા. દરમિયાન અચાનક જ ત્યાં ધડાકા સાથે પૂરપાટ ઝડપે ટેમ્પો આવતો દેખાયો હતો અને ફિલ્મી રીતે પલટી ખાઈ ગયો હતો. અંતિમ ઘડીની સમય સૂચકતા વાપરીને આ ઘટનામાં વૃદ્ધ અને બાળક માંડ માંડ બચ્યા હતા. ઉપરાંત દુકાન બહાર ઉભેલા અન્ય બે યુવકો પણ ત્યાંથી ભાગી જતા સદનસીબે બચી ગયા હતા. ઘટનાને પગલે ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને બાદમાં મોટું ટોળું ઍકત્ર થઈ ગયું હતું. અને ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો.
સદનસીબે ટેમ્પો દુકાનમાં ઘુસતા રહી ગયો હતો. અચાનક જ પલટી મારી ગયેલા ટેમ્પાનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું અનુમાન સેવાઈ રહ્નાં છે. ડ્રાઇવર ટેમ્પો નશાની હાલતમાં ચલાવતો હોવાથી તેણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલટી મારી ગયો હતો તેવું સ્થાનિક લોકોનું કહેવું હતું. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ મોટું નુકસાન ન થતા પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. માત્ર પોલીસને જાણવા જોગ જાણ કરવામાં આવી હતી. પરંતુ ઘટનાના સીસીટીવી સામે આવતા તે વાઇરલ થયો છે.