
રાષ્ટ્રિય સ્વૈચ્છિક રક્તદાન દિને મિશન રક્ત ક્રાંતિ હિન્દુસ્તાન ની કલકત્તાથી સાઈકલ યાત્રા દ્વારા શરૂઆત કરનાર શ્રી જયદેવ રાઉતે આજ રોજ સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી.
મિશન રક્ત ક્રાંતિ હિન્દુસ્તાન અભિયાન ની જનજાગૃતિ માટે સાયકલ ઉપર ભારત બ્રહ્મને નીકળેલા જયદેવ રાઉત સુરત રક્તદાન કેન્દ્રની મુલાકાતે આવી પહોંચતા તેમનું કેન્દ્રનાં ડિરેક્ટર ડો. સુમીત ભરડવા, પી. આર. ઓ. શ્રી નિતેશ મહેતા, ડો. કૃતિ ડુમસવાલા તેમજ કર્મચારીગણે સ્વાગત કરી તેમની નિઃસ્વાર્થ સેવા બદલ સન્માનિત કર્યા હતાઆ પ્રસંગે શ્રી જયદેવ રાઉતે જણાવ્યું હતું કે, લોકોમાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે વધુને વધુ જાગૃતિ આવે તે હેતુસર તેઓ આ અભિયાન ચલાવી રહ્ના છે. પશ્ચિમ બંગાળથી શરૂ કરેલ સાઈકલ યાત્રા દરમ્યાન તેમણે જયપુર ખાતે તેમનું ૪૩મું રક્તદાન પણ કર્યું હતું અને સ્થાનિક લોકોને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં, તેઓઍ જણાવ્યું હતું કે તેમની સાઈકલ યાત્રા દરમ્યાન ગુજરાત, મહારાષ્ટ્ર, ઉડીસા, છત્તીસગઢ , આંધ્રપ્રદેશ વિ. રાજ્યોમાં પણ સ્વૈચ્છિક રક્તદાન જાગૃતિ અભિયાનનો વધુને વધુ પ્રચાર કરશે.