વર્ષ ૨૦૧૩ તથા ૨૦૧૯ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત થયેલ સમજૂતી કરાર મુજબ શિકાગો યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટીના સંશોધનકારો તથા જે-પાલની ટીમના સહયોગથી હાલમાં સુરત ખાતે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. હાલ સુરત ખાતે પાયલોટ પ્રોજક્ટ અમલમાં છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટૂંક સમયમાં તેનું અમલ કરાશે.
ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્નાં છે. આ દરમિયાન મંત્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્ના છે.વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઍમીશન ટ્રેડિંગ સ્કીમ અમલમાં મૂકીને પાર્ટીક્યુલેટ મેટરના નિયંત્રણ માટે માર્કેટ આધારિત નિયમનની પહેલ કરનાર વિશ્વનું પ્રથમ રાજ્ય છે. હવા પ્રદૂષણ નિયંત્રણ માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ હાલ સુરત જિલ્લામાં અમલીકરણ હેઠળ છે. વર્ષ ૨૦૧૩ તથા ૨૦૧૯ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત થયેલ સમજૂતી કરાર મુજબ શિકાગો યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટીના સંશોધનકારો તથા જે-પાલની ટીમના સહયોગથી હાલમાં સુરત ખાતે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટથી પોલ્યુટર પે પ્રિન્સિપલના આધારે પાર્ટીક્યુલેટ મેટરનું નિયત માત્રાથી વધુ ઉત્સર્જન કરનારા ઔદ્યોગિક ઍકમોઍ ઓછો ઉત્સર્જન કરનાર ઔદ્યોગિક ઍકમો પાસેથી પરમિટની ખરીદી કરવી પડે છે. પ્રારંભિક અમલીકરણ અંતર્ગત પ્રથમ તબક્કામાં સુરતના નક્કી કરાયેલા ૧૫૫ ઉદ્યોગોમાં વર્ષ ૨૦૧૯થી શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૨ના અંતમાં બીજા તબક્કા અંતર્ગત અન્ય ૧૪૫ ઉદ્યોગોનો સમાવેશ કરાયો છે. આ યોજનાના પ્રાયોગિક અભ્યાસ તારણ મુજબ, આ યોજનાના અમલીકરણ કરનાર ઉદ્યોગોમાં અન્ય ઉદ્યોગો કરતાં ૨૦ ટકા જેટલો પાર્ટીક્યુલેટ મેટરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.મસુરતમાં પહેલો પ્રોજેક્ટના સફળ પરિણામોને ધ્યાને લઈ અમદાવાદમાં બે તબક્કામાં આશરે ૨૦૩ જેટલા ઉદ્યોગોમાં આ પાયલોટ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું નક્કી કરાયું છે, જેની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે.