પાલ વિસ્તારમાં આવેલી યુનિવર્સલ બિલ્ડીંગના ૯મા માળે કામ કરતો હતો. તે વખતે અચાનક નવમા માળેથી સીધો નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઈજા પહોચી હતી .જેને કારણે તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. પાંચ જ દિવસમાં ગર્ભવતી પત્નીની ડિલિવરી હોવાથી પરિવારજનોને ઘટનાની જાણ થતા પરિવાર શોકમાં ડૂબી ગયું હતુય
મૂળ બિહારના પુરણીયા જિલ્લાના ચોચામૌજા ગામનો વતની હાલ પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં રહેતો ૩૦ વર્ષીય યુવક મુસફિક આલમ યુનિવર્સલ બિલ્ડિંગમાં મજુરી કામ કરતો હતો. મુસફિક સવારે નવમા માળે કામકાજ કરતો હતો. તે દરમિયાન સંતુલન ગુમાવતા મુસફિક નીચે ફટકાયો હતો. જેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. છે. અચાનક બનેલી ઘટનાથી પરિવાર પણ ગમગીન થઈ ગયું હતું.આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.પોલીસે યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતક મુસફિક આલમ નામના યુવકના ઍક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સૌથી વધુ દુઃખદ બાબતે છે કે તેની પત્ની ગર્ભવતી છે અને પાંચ દિવસ બાદ ડોક્ટરે તેને ડિલિવરી માટેની તારીખ આપી છે. બાળકનો જન્મ થાય તે પહેલા જ મોતને ભેટતા પત્ની સહિત પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.