કાપોદ્રા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં સુરત શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો.તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર અજર તોમર હાજર રહયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં હીરા વેપારીઓની પણ હાજર રહયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઍ હતો કે
તારીખ..૧૭ ફેબુઆરીના રોજ રાત્રિના સમયે વરાછા બરોડા પ્રિસ્ટેજની સામે મોહન નગરમાં આવેલી હીરાની કંપનીના બોઇલરમાં મૂકેલા ૪૮.૮૬ લાખ થી વધુના હીરા ચોરી થયા હોવાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતીચોરી થઈ હતી.પોલીસ દ્વારા ફરિયાદ બાદ માત્ર ૭ દિવસમાં હીરા ચોર ને પકડી પાડી હીરા કબજે કર્યા.ત્યારબાદ હીરા મૂળ માલિકને પોલીસે અર્પણ કરવા યોજાયો હતો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ. પોલીસની આ કામગીરી વેપારીઓઍ બિરદાવી હતી.