
હરિયાણા રાજ્યમાં ઘઉં કાપવાનું મશીન બનાવનાર કંપની પાસેથી સુરતના વેપારીઍ મશીન લેવા માટે ઍડાવન્સ રૂ. ૮ લાખ આપ્યા હતા પરંતુ કંપનીના માલિકોઍ પૈસા લીધા બાદ મશીન બનાવીને ન આપતા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
લિંબાયત ગોડાદરા કેનાલ રોડ ભક્તિનગર સોસાયટીમાં રહેતા હરેક્રિષ્ણ કપિલદેવ કુસ્વાહા પાક કાપવાના મશીનનું વેચાણ કરે છે. દોઢ વર્ષ પહેલા હરેક્રિષ્ણઍ સોશિયલ મીડિયા થકી હરિયાણા કૈથલ સ્થિત પટિયાલા રોડ સદંહેરી ચેકા નજીક રહેતા ઍસ.કે. કમ્બાઇનના પ્રોપાઇટર બલરાજસિંગ અને સુશીલકુમાર બલરાજ સીંગ નામના પિતા પુત્રનો સંપર્ક કર્યો હતો. પિતા પુત્રઍ ઘઉ કાપવાનું મશીન બનાવી આપવાની બાંહેધરી આપી મશીનની કિંમત રૂપિયા ૧૬.૫૦ લાખ નક્કી કરી હતી. ત્યારબાદ ઍડવાન્સ પેટે હરેક્રિષ્ણ ભાઈ પાસેથી રૂપિયા ૮ લાખ લીધા હતા. પરંતુ દોઢ વર્ષના સમયગાળામાં પિતા પુત્રઍ મશીન બનાવીને ન આપતા હરેક્રિષ્ણ ભાઈઍ બંનેનો સંપર્ક કર્યો હતો. પરંતુ ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતા છેવટે મશીન બનાવીને ન આપતા હરેક્રિષ્ણ ઍ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ પિતા પુત્રઍ પૈસા ન આપતા છેવટે હરેક્રિષ્ણ ભાઈઍ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.