નાના વરાછા વિસ્તારમાં આવેલા આઇસીઆઈસી બેકના ઍટીઍમ સેન્ટરમાં કાપડ વેપારીને ભેટી ગયેલા ગઠિયાઓઍ ઍટીઍમ કાર્ડ બદલી તેના ખાતામાંથી રૂપિયા ૧ લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
બ્લુ સીટી સોસાયટીમાં રહેતા મહુલભાઈ ભરતભાઈ પટેલ કાપડ ધંધા સાથે સંકળાયેલા છે અને તેઓ આઇસીઆઈસીઆઈ બેકમાં ખાતું ધરાવે છે. તારીખ ૧૮મી ફેબ્રુઆરીના રોજ મેહુલભાઈને પૈસાની જરૂરીયાત ઉભી રહેતા બપોરના સમયે નાના વરાછા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેકના ઍટીઍમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. પરંતુ મશીનમાં તેમનું ડેબીટ કાર્ડ ફસાઈ જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તે દરમિયાન ઍટીઍમ સેન્ટરમાં હાજર અજાણી મહિલા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ઓળખ આપનાર યુવકે મેહુલ ભાઈને મશીનમાંથી ડેબીટ કાર્ડ કાઢી આપવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ બંને જણાઍ ઍટીઍમ મશીનમાંથી કાર્ડ કાઢવાનું ઢોચ રચી મેહુલભાઈની નજર ચૂકવી કાર્ડની અદલાબદલી કરી હતી. ત્યારબાદ બંને જણા બહાર નીકળી અલગ અલગ ઍટીઍમમાંથી રૂપિયા ૧ લાખ ઉપાડી લીધા હતા. આ અંગેના મેસેજા આવ્યા બાદ મેહુલભાઈ દોડતા થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે મેહુલભાઈઍ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.