સચિન નવસારી મેઇન રોડ હોન્ડા શો રૂમની સામેની રોડ ઉપર ઝાડીઝાંખરીમાંથી ઍક અજાણી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.
સુરત પોલીસ કંટ્રોલ રૂમને તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ફોન આવ્યો હતો કે સચિન નવસારી મેઇન રોડ બાબા હોન્ડા શો રૂમની સામે બાવળ અને ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં ઍક મહિલાની લાશ પડી છે. આ અંગે કંટ્રોલ રૂમે સચિન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા અજાણ્યા શખ્સોઍ મહિલાના માથામાં કોઈ હથિયારથી હુમલો કરી ગંભીર પહોચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ લાશની ઓળખ ન થાય તે માટે ઝાખી ઝાંખરમાં ફેîકી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાકે, પોલીસે લાશનો કબજા લઇ પીઍમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલાની ઓળખ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારોમાં તપાસનો દોર શરૂ કર્યો છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજના આધારે પણ મહિલાની હત્યાના પુરાવા ઍકત્ર કરવામાં ટીમો કામે લાગી છે.