
સીંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતી ઍક યુવતી ફેસબુક મારફતે યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થતાં યુવકે યુવતીને લલચાવી ફોસલાવી કપલ બોક્સમાં લઇ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી તરછોડી દિધાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
સીંગણપોર ડભોલી વિસ્તારમાં રહેતી ઍક યુવતીનો ફેસબુક ઉપર સીંગણપોર હરિદર્શનનો ખાડો સુમન પ્રતિક આવાસમાં રહેતો મયૂર પ્રવીણ નાવડિયા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં મિત્રતા કેળવાઈ હતી. આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. બે વર્ષ પહેલા મયૂરે મળવાના બહાને યુવતીને કપલ બોક્સમાં લઇ ગયો હતો. ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. ત્યારબાદ અવારનવાર બ્લેકમેઇલ કરી યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષતો હતો. છેવટે કંટાળી જઇ યુવતીઍ સીંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.