
ઓલપાડ તાલુકાના ટુંડા ગામમાં ઠેર ઠેર દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. દરિયા કિનારાના આજુબાજુની વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભટ્ટીઓના ફોટાઓ પણ સામે આવ્યા છે. તેમ છતાં ઓલપાડ પોલીસ દ્વારા દેશી દારૂની ભટ્ટીઓ ચલાવનારા બુટલેગરોને સામે પગલા ભરવામાં પાછા પડી રહ્ના છે. પરિણામે લઠ્ઠાકાંડની શક્યતા જાવાઈ રહી છે.
ઓલપાડ તાલુકાના ટુંડા ગામના મોર ફળિયામાં આવલા મહાકાલી માતા અને ખોડિયાર માતા મંદિર પાસે ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડીઓની અંદર દેશી દારૂની ભટ્ટીઓ ધમધમી રહી છે. આ ઉપરાંત દરિયાના કિનારે પાસે આવેલી ઝાડીઓમાં પણ ૪૦થી ૫૦ ભટ્ટીઓ ચાલી રહી છે. ગેરકાયદેસર જીઇબીના વાયરોમાંથી વીજચોરી કરી મોટર દ્વારા દેશી દારૂ બનાવવાની કામગીરી પૂર જાશમાં ચાલી રહી છે. ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ પર તૈયાર થતો દેશી દારૂના જથ્થાની હેરાફેરી પણ ખુલ્લેઆમ ચાલી રહી છે. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારૂની ભટ્ટીઓ ચલાવનારા સામે પગલા ભરવામાં આવી રહ્ના નથી. ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ સામે લોકોઍ અનેકવાર મૌખિક રજૂઆતો પણ કરી હતી તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરી દેશી દારૂની ભટ્ટી ચલાવવાના ખુલ્લો દોર આપવામાં આવી રહ્નાં છે. તેની પાછળ માત્ર ને માત્ર આર્થિક વ્યવહાર જવાબદાર હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ઓલપાડના ટુંડા ગામમાં દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતી હોવાના વિડિયો અને ફોટાઓ પણ સામે આવ્યા છે.